International

માતા પિતા હતા ફોટોશુટમાં વ્યસ્ત, તેમની પાછળ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી ગયું અને પછી…

એક સમય હતો જ્યારે માતા અને ઘરના બીજા લોકો નાના બાળકનું એટલું ધ્યાન રાખતા હતા કે તેઓ ક્યારે મોટા થઈ જાય એ ખબર જ નહોતી પડતી. પણ આજના સમયમાં લોકોની પ્રાથમિકતા એટલે કે પ્રયોરિટી બદલાઈ ગઈ છે. આજના ડિજિટલ યુગમાં લોકો રિયલ લાઈફ ભૂલી જઈ રહ્યા છે. આજે અમે તમને થાઈલેન્ડનો એક દુખદ કિસ્સો જણાવવાના છે. અહિયાં માતા પિતા ફોટોશુટ કરવામાં એટલે વ્યસ્ત હતા કે તેમની પાછળ તેમનું બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી રહ્યું હતું તેની પણ તેમને ખબર પડતી નથી.

ખરેખર ઘરમાં વેલેન્ટાઈન ડેની પાર્ટી ચાલી રહી હતી. જો કે પાર્ટીમાં ઘણા લોકો હાજર હતા, પરંતુ બધા પોતપોતાની મસ્તીમાં વ્યસ્ત હતા. બાળકની માતા વિયાદા પોન્ટાવી પુખ્ત વયની સાઇટ ઓન્લીફન્સ માટે એક મોડેલ છે. પાર્ટીના દિવસે તે સ્વિમિંગ પૂલ પાસે તેનું ફોટોશૂટ કરાવી રહી હતી. તેનો ફોટો તેના પતિ દ્વારા જ લેવામાં આવ્યો હતો. તે વ્યવસાયે ફોટોગ્રાફર છે.

વાયાડાનો બે વર્ષનો બાળક ચવનાકોણ ઘરના બનાવેલા પૂલ પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે પૂલમાં પડી ગયો હતો. તેના ગળામાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે માસૂમ રડી પણ ન શક્યો. અહીં બાળકના માતા-પિતા તેમના ફોટોશૂટમાં વ્યસ્ત હતા. તેને ખ્યાલ નહોતો કે તેનું માસૂમ બાળક ધીમે ધીમે મૃત્યુના મુખમાં જઈ રહ્યું છે.

જ્યારે માતા પિતાને બાળકના ડૂબવાની વાત ખબર પાડે છે તો તેઓ ચોંકી જાય છે. તેમણે તરત બાળકને બહાર કાઢ્યું અને તરત CPR આપ્યું. તેને દવાખાન લઈને પણ જાય છે પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. એ નાનકડું બાળક ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યું હોય છે.

બાળકના મૃત્યુ બાદ માતા સાવ ભાંગી પડી છે. તેણીને ખૂબ જ અફસોસ છે કે તે તેની આંખોનો તારો તેની આંખો સામે ન રાખી શકી. મા હવે ખરાબ રીતે રડી રહી છે. તે હજુ પણ માની શકતી નથી કે તેનું બાળક હવે આ દુનિયામાં નથી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે માતા-પિતાની ભૂલને કારણે બાળકનું મોત થયું હોય. આ પહેલા પણ આવા અનેક અકસ્માતો થયા છે, જ્યારે માતા-પિતા ફોન પર વ્યસ્ત હતા અને બાળકનું મૃત્યુ થઈ ગયું હોય. તમારે પણ આ ઘટનામાંથી શીખવું જોઈએ અને તમારા બાળકો પર નજર રાખવી જોઈએ.