GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ બદનામ: ડી સ્ટાફ રૂમમાં થયું એવું ગંદુ કામ કે….

રાજકોટની યુનિવર્સિટી પોલીસ ફરી એક વાર વિવાદમાં આવી છે. તાજેતરમાં જ રાજકોટ યુનિવર્સીટી પોલીસ મુખમૈથુન વિવાદમાં સપડાઈ છે. તાજેતરમાં જ રાજકોટમાં રહેતા રાકેશ પરમાર નામના વ્યક્તિ દ્વારા યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ રાજ્યના ડીજીપી તેમજ એસસી-એસટી સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફે આરોપીઓને મજબુર કરીને અંદરોઅંદર મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી.

અન્ય એક પીડિત પણ આ કેસમાં સામે આવ્યો છે. અને તેણે કહ્યું હતું કે, રાકેશ પરમારની ફરિયાદ પછી પોલીસ તે યુવકને ઉઠાવી ગઈ હતી. અને કોરા કાગળમાં આ યુવક પાસેથી સહી પણ કરાવી લીધી હતી. અને બાદમાં ડરાવી ધમકાવીને આવું કંઈ બન્યું જ નથી તેવી કબૂલાત પણ કરાવી હતી.રાકેશ પરમારની ફરિયાદ અનુસાર, ડિસેમ્બર મહિનામાં યુનિવર્સિટી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં રાકેશની ધરપકડ કરી હતી.

ત્યાર પછી તેને પૂછપરછ માટે ડી સ્ટાફ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આ સમયે અન્ય ગુનાના આરોપીઓને પણ ડી સ્ટાફ રૂમમાં પૂછપરછ માટે રાખવામાં આવ્યા હતા. અને ત્યારે જે તે સમયના યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફ PSI અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે આરોપીઓને મજબૂરીમાં અંદરોઅંદર મુખમૈથુન કરાવાની ફરજ પાડી હતી. અને આરોપીઓને ઢોર માર પણ માર્યો હતો. આ ઉપરાંત આરોપીઓને જાતિ વિષયક શબ્દો બોલીને તેમને હડધૂત પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મામલે રાકેશ પરમારે ડીજીપી તેમજ એસસી-એસટી સેલ ગુજરાતને યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તેમનો બચાવ કરવા 17 તારીખના રોજ મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર નામના એક યુવકને તેના ઘરેથી ઉપાડી લીધો હતો. ત્યારબાદ કોરા કાગળમાં આ યુવક પાસે સહી કરાવી લેવામાં આવી હતી.

ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં એસી.પી. પ્રમોદ દિયોરા સમક્ષ મુખમૈથુન જેવી કોઇપણ પ્રકારની ગેરકાયદે ઘટના પોલીસ સ્ટેશનમાં ન બની હોવાની પરાણે કબૂલાત કરાવવામાં આવી હતી. અને પોલીસની ચાલમાંથી છૂટતાની સાથે જ મહેન્દ્રસિંહ અમરસિંહ પરમારે તેની સાથે બનેલ ઘટનાને લઈને સોગંદનામું રજૂ કર્યું છે. અને રાજ્યના પોલીસ વડા અને એસસી-એસટી સેલ ગુજરાત રાજ્યને આ સોગંદનામાને મોકલવામાં આવ્યું છે.નોંધનીય છે કે, આ મામલે યુનિવર્સીટી પોલીસ વિરુદ્ધ કરાયેલ આક્ષેપ માં કોઈ તથ્ય સામે આવે છે કે કેમ? કે પછી આ આખા મામલો દબાઈ જશે કે એમાં પૂરતી તપાસ કરીને ગુનેગારોને સજા આપવામાં આવશે કે કેમ? તે તો જોવું રહ્યું.