સુરતની દર્દનાક ઘટના : પરિણીતાએ રોમિયોના ત્રાસથી કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવ્યું
સુરત જાણે ક્રાઈમનું હબ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે સુરતથી એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત ના પાસોદરામાં પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
તેની સાથે આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આ પરિણીતાએ એક યુવકના ટેલીફોનીક ત્રાસના કારણે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરીને પોતાની જાતને પતાવી દેવા માટે આ પગલું ભર્યું હતું. તેમ છતાં પરિણીતા ગંભીર રીતે સળગી ગઈ હતી. તેના કારણે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ અંતે તેને આઠ દિવસની સારવાર બાદ તેનું મુત્યુ થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન પર તેને વાત કરવા માટે સતત તેના પર દબાણ કરતો રહેતો હતો. પરંતુ જો વાત કરવાની ના પાડે તો તે યુવતીને ગાળો આપતો હતો. એવામાં આ યુવાનની ઓડિયો ક્લિપ પણ વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે મૃતકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના લગભગ 12 ફેબ્રુઆરીના રોજ બની હતી. મારી બહેનનો પરિવાર કામ માટે બહારગામ ગયેલો હતો. તે દરમિયાન મારા પર પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરમાં આગ લાગી છે. ત્યાર બાદ અમે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા તો જોયું કે તે દરમિયાન મારી બહેન કેરોસીન છાંટીને સળગી ગઈ હતી. માટે અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા પરંતુ અંતે તે જિંદગીની જંગ હારી ગઈ હતી.
આ ઘટનાને લઈને પરિણીતાના પતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જયદીપ સરવૈયા નામનો યુવાન મારી પત્ની અવારનવાર ફોન કરીને હેરાન કરી રહ્યો હતો. તેની સાથે તે મારી પત્નીને ફોન કરીને ગંદી-ગંદી ગાળો આપતો હતો. જયારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.