Gujarat

Video: ભરૂચના સાંસદ મનસુખ વસાવા બન્યા દબંગ, મામલતદાર ને જાહેરમાં આપી બેફામ ગાળો, કારણ હતું આવું

ભરૂચના સાંસદ મનસુખ વસાવા નો ફરી દબંગ અવતાર જોવા મળ્યો છે. તે સતત પોતાની સખ્તાઈ કામગીરીના કારણે ચર્ચામાં બન્યા રહે છે. એવામાં હવે તેવા જ એક સમાચાર સામે આવી છે. તે દબંગ અવતાર મામલતદારને ખખડાવતા જોવા મળ્યા છે. તેના લીધે તે ચર્ચામાં આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ઓવરલોડ વાહનો ના મામલામાં મનસુખ વસાવા દ્વારા મામલતદારને જાહેરમાં ખવડાવવામાં આવ્યા હતા. જેમાં તે રેતી ચોરીના મુદ્દા પર મામલતદાર સામે ગુસ્સો કરતા જોવા મળ્યા હતો અને તેની સાથે તે તેમને પૂછી રહ્યા હતા કે તમે કેટલો હપ્તો લઇ રહ્યા છે. એવામાં મનસુખ વસાવા દ્વારા આ સવાલ પૂછવામાં આવતા મામલતદાર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર થી એ પણ કહેવામાં આવ્યું હતું કે, રેતી ચોરી મામલે તમે કેટલા નો હપ્તો લઇ રહ્યા છો. આ કામ હપ્તા વગર થઈ શકે જ નહી. ત્યાર બાદ ત્યાં રહેલા મામલતદારનો પક્ષ લેતા પણ જોવા મળ્યા હતા. તેમ છતાં પક્ષ લેનાર તે લોકોને પણ મનસુખ વસાવા દ્વારા ખખડાવવામાં આવ્યા હતા.

તેની સાથે તેમને એ પણ જણાવી દઈએ બે દિવસ પહેલા નારેશ્વર માર્ગ પર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. તે વાતને લઈને તમને કલેક્ટર સામે પણ આક્ષેપ કર્યા હતા કે, રેતી ચોરી માં તમારો પણ હાથ રહેલો છે આ બધું હપ્તા વગર થઈ શકે નહીં. તેમને ઓવરલોડ વાહનો ના મુદ્દા પર મામલતદાર ને જાહેરમાં ખખડાવ્યા હતા.