GujaratNews

GTU એ અમલમાં મૂકી જોરદાર સ્કીમ, ફુલટાઇમ આ કોર્સ કરશો તો દરમહિને મળશે 25 હજાર રૂપિયા

જો તમે એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે ફાર્મસી જેવા કોઈ વિષય પર શોધ સંશોધન કરી ડૉક્ટરેટ બનવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર આવા લોકો ઘણા ખાસ છે. જો કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જોરદાર સ્કીમ અમલમાં મૂકી છે. જો તમે એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે ફાર્મસી જેવા વિષય પર તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ PhD કરો છો તો તમને દર મહિને 25 હજાર રૂપિયા મળશે.

જો કે સામાન્ય રીતે આપણે કોઈ કોર્ષ કરવો હોય તો આપણે ફી ચૂકવવી પડે છે ત્યારે આ કોર્ષમાં તમને સામેથી દર મહિને 25 હજાર રૂપિયા મળી રહ્યા છે જેને જાણીને દરેક ને આચાર્યનજક લાગે છે. સામાન્ય રીતે તો આ GTUમાં PHD કરવા માટે એક સેમિસ્ટરના 12,500 ફી લેવામાં આવે છે. જયારે વર્ષે 25 હજાર ફી થાય છે. પરંતુ હવે જે વિધાર્થીઓ GTU માં ફુલટાઇમ PHD નો કોર્ષ કરે છે તો GTU દર મહિને ફેલોશીપ પેટે 25 હજાર રૂપિયા આપશે. જો શોધ દ્વારા 15 હજાર મળશે તો GTU દ્વારા વધારાના 10 હજાર આપવામાં આવશે આ રીતે ફેલોશીપ પેટે 25 હજાર રૂપિયા આપવામાં આવશે.

જો કે, આ GTUએ શોધ અને સંશોધનમાં એક્યુરસી વધે તે માટે પીએચડી કરનારને દર મહિને 25 હજાર રૂપિયા GTU દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત દરવર્ષે 20 હજાર રૂપિયા કન્ટીજન્સીના પણ આપવામાં આવશે. જો કે આ GTU સંલગ્ન કોલેજના અધ્યાપકોએ કોઈ રિસર્ચ પેપર તૈયાર કરવા હોય, અને કૉંફેરન્સમાં જવું હોય તો તેમને 15 હજાર, 25 હજાર અને 50 હજાર અલગ અલગ નોમ્સ પ્રમાણે સહાય પૂરી પાડશે.