AhmedabadGujarat

સેલ્ફી લેવી ભારે પડી, અમદાવાદના બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રાતો-રાત ચર્ચામાં આવનાર અનેક લોકો જોયા છે. તેના માટે લોકો કંઈપણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. આ કારણોસર લોકોમાં રીલ્સ અને સેલ્ફી લેવાનો ખુબ ક્રેઝ રહેલો છે. પરંતુ આ શોખ તમને કોઈક વાર ભારે પડતો હોય છે. જ્યારે આજે આવી જ એક ઘટના મહેસાણા જિલ્લાથી સામે આવી છે. સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુરના આગલોડ ગામમાં ચાંદલા વિધિનો પ્રસંગ હોવાના લીધે અમદાવાદથી બે યુવકો ત્યાં ગયેલા હતા. તે દરમિયાન બંને યુવકો ત્યાં આવેલી સાબરમતી નદીએ પહોંચી ગયા હતા. એવામાં તેમને આ દરમિયાન સેલ્ફી લેવાનો ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમની આ ઇચ્છા તેમને ભારે પડી છે. કેમકે સેલ્ફી લેતા સમયે પગ લપસી જતા બંને યુવકો નદીમાં ડૂબી ગયા હતા. તેના લીધે બંને યુવકોનું કરુણ મોત નીપજ્યું હતું.

અમદાવાદથી આગલોડ ગામમાં પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચેલા બંને યુવકો સાબરમતી નદીએ પહોંચી ગયા હતા. તે દરમિયાન સેલ્ફી લેવા જતા એક યુવકનો પગ લપસી ગયો હતો. એક યુવક નદીમાં ડૂબી જતાં બીજો યુવક તેને બચાવવા માટે ગયો તો તે પણ નદીમાં ડૂબી ગયો હતો. ડૂબી જવાને કારણે બંને યુવકના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરના જવાનો દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.