માફિયા અતીક અહેમદના ખાસ ગુડ્ડુ મુસ્લિમ વિશે મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ અતીકનો આ બોમ્બર હિંદુ નામો સાથે ફરાર છે. તે હિન્દુ નામ ધારણ કરીને પોતાનું સ્થાન બદલી રહ્યો છે અને STFને ચકમો આપી રહ્યો છે. માહિતી અનુસાર, ગુડ્ડુ મુસ્લિમ ફરાર થવા દરમિયાન ત્રણ નામનો ઉપયોગ કરી રહ્યો છે – બબલુ, સુરેન્દ્ર કુમાર અને સંદીપ કુમાર.
મળતી માહિતી મુજબ ગુડ્ડુ મુસ્લિમ હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રને પણ સારી રીતે જાણે છે. આનો ફાયદો ઉઠાવીને તે સતત પોલીસ અને એસટીએફને ચકમો આપવામાં સફળ રહ્યો છે. ગુડ્ડુ મુસ્લિમ સુધી પહોંચવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવતીના મોતને લઈને પ્રેમી અને પિતા આવ્યા આમને સામને, જાણો શુ છે સમગ્ર મામલો
બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યાના સાક્ષી ઉમેશ પાલ અને તેના બે ગનર્સની હત્યાના સંબંધમાં પોલીસ ગુડ્ડુ મુસ્લિમને શોધી રહી છે. આ હત્યા કેસના ચાર આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, જેમાં અતીક અહેમદના પુત્ર અસદનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, અતીક અહેમદ અને અશરફની હત્યા કરવામાં આવી છે. દરમિયાન એસટીએફની ટીમ અતીકના ખાસ બોમ્બર શૂટર ગુડ્ડુ મુસ્લિમની શોધમાં છે, પરંતુ દરેક વખતે તે છટકીને ભાગી જાય છે.
આ પણ વાંચો: અમદાવાદના વેપારીને વોટ્સએપ પર વિડીયો કોલ કરવું પડ્યું ભારે, યુવતીએ લાખો રૂપિયા પડાવ્યા