GujaratNavsariSouth Gujarat

મુસ્લિમ યુવતીના મોતને લઈને પ્રેમી અને પિતા આવ્યા આમને સામને, જાણો શુ છે સમગ્ર મામલો

નવસારી જિલ્લામાં એક મુસ્લિમ યુવતીની મોતને લઈને અનેક શંકાઓ સેવાઇ રહી છે. યુવતીના મોતને લઈને તેના પ્રેમીએ રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે યુવતીના પરિવારજનોએ જ તેની હત્યા કરીને તેને કબ્રસ્તાનમાં દફનાવી દીધી છે. તો યુવતીના પિતા આ બધા જ આક્ષેપોને ફગાવી દેતા કહે છે કે યુવતીએ આત્મહત્યા કરી છે. યુવતીના પ્રેમી અને પિતાની વાતમાં વિરોધાભાસ જોવા મળતા હાલ તો આ સમગ્ર મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી જિલ્લામાં એક મુસ્લિમ યુવતીની મોતને લઈને અનેક શંકાઓ સેવાઇ રહી છે. યુવતીના મોતને લઈને તેના પ્રેમીએ રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે યુવતીના પરિવારજનોએ જ તેની હત્યા કરીને તેને કબ્રસ્તાનમાં દફનાવી દીધી છે. તો યુવતીના પિતા આ બધા જ આક્ષેપોને ફગાવી દેતા કહે છે કે યુવતીએ આત્મહત્યા કરી છે. યુવતીના પ્રેમી અને પિતાની વાતમાં વિરોધાભાસ જોવા મળતા હાલ તો આ સમગ્ર મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગે આ રાજ્યોમાં માવઠાની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધશે

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ખેરગામની અને અત્યારે જલાલપોર ખાતેના અબ્રામા નામના ગામે વસવાટ કરતી સાહિસ્તા સઈદ શેખ અને ખેરગામના નાંધાઈ ગામે વસવાટ કરતા બ્રિજેશ પટેલ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ તે બંનેના ધર્મ અલગ હોવાથી તેમને શંકા હતી કે શું તેમના આ પ્રેમને સમાજ સ્વીકારશે કે કેમ? આ બધા સવાલો વચ્ચે સાહિસ્તા તેના પ્રેમી બ્રિજેશને મળવા માટે ગત 20 એપ્રિલના રોજ ઘરેથી નિકળી હતી. ત્યારે યુવતીને શોધવા નીકળેલા તેના પરિવારજનો તેને શોધતા યુવતીના પ્રેમી બ્રિજેશ પાસે પહોંચ્યા હતા. અને બાદમાં તેઓ યુવતીને પોતાની સાથે નવસારી ખાતે પરત લઈ આવ્યા હતા. ત્યારે ગતરોજ પ્રેમી યુવક બ્રિજેશ પટેલે આ સમગ્ર મામલે સુરત રેન્જ આઇજીને એક લેખિત અરજી કરી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે યુવતીના પરિવારજનોએ તેની હત્યા કરી નાખી છે અને યુવતીને કલથાણ કબ્રસ્તાનમાં દફન કરી દીધી છે. તો બીજી બાજુ યુવતીના પિતા સઈદ શેખે આ તમામ આક્ષેપોને નકારી કાઢીને કહ્યું કે સાહિસ્તાએ આપઘાત કર્યો હોવાનુ જણાવ્યું હતું.

યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, બ્રિજેશ પાસેથી તેને લઈ આવ્યા બાદ તે ફરી જતી ન રહે તેમજ કોઈ ખોટું પગલું ના ભરે એ માટે અમે એને એકલી મૂકતા ન હતા. પરંતુ ગત 21 એપ્રિલમાં રોજ સવારના સમયે યુવતીની માતા ઘરકામ કરવા માટે ગયા ત્યારે તબિયત સારી ન હોવાનું જણાવીને સાહિસ્તાએ ઘરે જ રહેવાનું કહ્યુ હતુ. અને માતા દોઢ કલાક પછી જ્યારે ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે ઘરમાં તો સાહિસ્તાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અને ત્યાં સાહિસ્તાની એક સ્યુસાઇડ નોટ પણ લખેલી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે બ્રિજેશની ક્ષમતા ના હોવાના કારણે તે તેને અપનાવી શકે એમ નથિ અને તેના આ પગલાંને લઈને તેણે માતા પિતાની પણ માફી માંગી છે. સાથે જ તેના મોત પછી બ્રિજેશ પટેલને બોલાવી એનું મોં બતાવવાની પોતાની અંતિમ ઈચ્છા પણ યુવતીએ સ્યુસાઇડ નોટમાં દર્શાવી હતી.

તમને જણાવી દઈએ કે, પ્રેમી બ્રિજેશ પટેલે યુવતીની મોતને લઈને પરિવારજનો પર કરેલા આક્ષેપો અને તે તમામ આક્ષેપો યુવતીના પિતા સઈદ શેખે કરેલી યુવતીના આત્મહત્યાની વાત વિરોધાભાસી હોવાના કારણે હાલ તો આ સમગ્ર મામલે નવસારી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે