શિક્ષણ જગત ને કલંકિત કરનારો કિસ્સો, શિક્ષકે પુસ્તક જમા કરાવવા આવેલ વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા

રાજ્યમાં સતત યુપી-બિહાર જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આરોપીઓને જાણે કોઈનો પણ ખોફના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાએ વેગ પકડ્યો છે. એવામાં હવે શાળામાં દીકરીઓ સુરક્ષિત રહી નથી. કેમકે આજે શિક્ષણ જગતને કલંકિત કરનાર કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે.
શિક્ષણ જગતને શર્મસાર કરનારની ઘટના સુરતથી સામે આવ્યો છે. કેમકે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં ફરિયાદ બાદ ફરાર થયેલ શિક્ષક પકડી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના ઘટી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત શુક્રવારના રોજ શાળામાં ફરજ બજાવનાર હાર્દિક ચૌધરી નામના શિક્ષક દ્વારા શાળામાં જ અભ્યાસ કરનારી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની શાળાના બીજા માળે પુસ્તકો જમા કરાવવા માટે ગઈ ત્યારે એકલતાનો લાભ લઈને શિક્ષક હાર્દિક ચૌધરી દ્વારા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.
એવામાં ભોગ બનનાર વિદ્યાર્થિની દ્વારા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવારજનો દ્વારા આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ભોગ બનનાર વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ બાદ પોલીસ દ્વારા શિક્ષકને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા શિક્ષકને ઝડપીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.