મોદી સરકારની મોટી કાર્યવાહી: 14 મોબાઈલ મેસેન્જર એપ્સ બ્લોક કરાઈ, આતંકવાદી સાથે કનેક્શન
14 mobile messenger apps banned
એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મેસેન્જર મોબાઈલ એપ્લીકેશન બ્લોક કરી દીધી છે. કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ આ નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આ મેસેન્જર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. આતંકવાદીઓ આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) સાથે વાતચીત કરવા માટે કરી રહ્યા હતા.
આ મેસેન્જર એપ્સ બ્લોક કરી છે- આ એપ્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO (IMO જેવી એપ્સ), Element, Second line, Zangi, Threemaનો સમાવેશ થાય છે.
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકીઓને કોડેડ મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વરસાદને લઈને મોટા સમાચાર, અમદાવાદમાં કડાકાભેર વીજળી સાથે આવી શકે છે માવઠું
આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ કરશે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
આ પણ વાંચો: Breaking News: ગેસ સિલિન્ડરના ભાવમાં 172 રૂપિયાનો ઘટાડો, જાણો Latest ભાવ