પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ બાંધીને યુવતીના બીભત્સ ફોટા વીડિયો લઈ યુવતી પાસે કરાવ્યું આવું કામ…
પ્રેમ સંબંધમાં ઘણી વખત આંધળો વિશ્વાસ મુકવો ભારે પદો જતો હોય છે. આવું જ કંઈક સાબરકાંઠામાં સામે આવ્યું છે. જ્યાં યુવક અને યુવતી એક બીજાના સંપર્કમાં આવીને વાતચીત કરવા લાગ્યા હતા. અને બાદમાં તે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જો કે, તે દરમીયાન યુવકે યુવતીના કેટલાક અશ્લીલ ફોટો અને વીડિયો લઈ લીધા હતા. અને બાદમાં તેણે એક મહિલા સાથે યુવતીની મુલાકાત કરાવીને કહ્યું કે આ મહિલા કહે એમ કરજે નહિ તો હું તારા ફોટો અને વીડિયો વાયરલ કરી દઈશ. બાદમાં મહિલાએ યુવતીને દરરોજ અલગ અલગ જગ્યાએ દેહવ્યાપાર માટે મોકલતી હતી. ફોટા અને વીડિયો વાયરલ થવાના ડરને કારણે યુવતી મજબૂરીમાં આ કાર્ય કરતી હતી. જો કે, આખરે યુવતીએ કંટાળીને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી યુવતીએ વડાલી પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક યુવરાજસિંહ અને મહિલા આરોપી ફરીદાબેન અને આહિસા પઠાણ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાવ્યો છે. જો કે, આ ઘટનામાં બીજા 6 જેટલા અજાણ્યા ઈસમો પણ સામેલ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં આરોપી યુવરાજસિંહ તેમજ આઇશા પઠાણની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટિમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.
સૂત્રોમાં જણાવ્યા અનુસાર, આ આખું સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. જેમાં અનેક યુવતીઓને આ રીતે પ્રેમજાળમાં ફસાવીને તેમના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ મોબાઈલમાં લઈ લેવામાં આવે છે. અને બાદમાં વીડિયો વાયરલ કરવાનો ડર બતાવીને યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. ત્યારે પોલીસ પણ આ દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.