GujaratNorth Gujarat

કાર અને બાઇક નો થયો એવો અકસ્માત, જાણીને થઈ જશે તમારા રૂવાટાં ઊભા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત  હિંમતનગર-ધનસુરા હાઈવે પરથી સામે આવ્યો છે.

હિંમતનગર-ધનસુરા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવક હવામાં ઈછળી ને ગાડી ના બોનેટ પર પટકાયો અને ત્યાર બાદ જમીન પર પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના નો સમગ્ર વિડીયો ગાડીના કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હિંમતનગર-ધનસુરા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો  હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. હિંમતનગર તરફથી આવતી કાર સાથે રણાસણ નજીક બાઈક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ખાનગી વાહનમાં રણાસણમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી વધુ સારવાર માટે 108 માં હિંમતનગર સિવિલમાં હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો. આ મામલામાં અકસ્માત અંગે તલોદ પોલીસને સિવિલ વિભાગ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ કરવામાં આવી છે.

જ્યારે વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ગાડી ચાલક દ્વારા બાજુમાં જઇ રહેલી એક ગાડી ને ઓવરટેક કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક બાઇક સવાર લઈને સામેથી આવી રહ્યો હતો. અચાનક જ ગાડી આવી જતાં બાઇકચાલક દ્વારા બ્રેક મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો બાઇક સ્લીપ ખાઈ લીધી અને ગાડી સાથે બાઇક અથડાઇ ગયું હતું. તેના લીધે યુવક ઉછડી ને ગાડીના બોનેટ પર પટકાયો અને ત્યાર બાદ જમીન પર પછડાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં યુવક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે યુવકની હાલત સારી હોવાની જાણકારી સામે આવી છે.