માતા સાથે ઝઘડો કરીને પુત્રએ ગુસ્સામાં કરી નાખી હત્યા
અભ્યાસમાં નિષ્ફળ થવાના કાતને અસ્થિર બની ગયેલા પુત્રની માતા સાથે કોઈને કોઈ વાતને લઈને ઝઘડાએ થતા ઝઘડાને કારણે આજે મમતાના સંબંધનો કરૂણ અંત આવ્યો છે. આજે સવારના સમયે માનસિક વિક્ષિપ્ત એક પુત્રએ પોતાની માતા સાથે ઝઘડો થયા પછી માતાના ગળાના ભાગે ચપ્પુ ફેરવી તેમજ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્રએ માતાની હત્યા કર્યા પછી તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે દરમિયાન પડોશીઓ જોઈ જતા તેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર તાત્કાલિક અસરથી પહોંચી હતી. અને માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યારા પુત્રની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરીયા મોરીયા વિસ્તાર લ્હાતે આવેલ પદ્મશીલ કો. ઓ. સોસાયટીમાં 58 વર્ષની ઉંમરના સુમિત્રાબેન રણછોડ ટંડેલ તેમના 31 વર્ષની ઉંમરના પુત્ર પ્રિયાંક રણછોડ ટંડેલ સાથે વસવાટ કરતા હતા. એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહેલ પુત્ર અભ્યાસમાં નિષ્ફળ જતા તે તણાવમાં આવી ગયો હતો. જેના લીધે થઈને તે તેનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. અને તે વાતે વાતે માતા સાથે ઝઘડો કરતો હતો. પરંતુ માનસિક વિક્ષિપ્ત પુત્રને માતા સુમિત્રબેન પ્રેમથી સાચવતા હતા અને એની સારવાર પણ કરાવતા હતા. સુમિત્રાબેનની પરિણીત દીકરીઓ પણ થોડા થોડા સમયે માતા અને ભાઈની મુલાકાત લઈને તેમનું ધ્યાન પણ રાખતી હતી. આ દરમિયાન આજ રોજ સવારના સમય દરમિયાન કોઈક વાતને લઈને સુમિત્રાબેન અને તેમના પુત્ર પ્રિયાંક વચ્ચે ઝઘડો થતા પ્રિયાંકે તેની માતા સાથે મારઝૂડ કરી હતી. અને બાદમાં ગુસ્સામા આવીને ઘરમાં રહેલ ચપ્પુથી પ્રિયાંકે માતા સુમિત્રાના ગળાના ભાગે ફેરવી દીધુ હતું. અને બાદમાં માતાનું ગળું દબાવીને તેમની હત્યા કરી હતી. ત્યારપછી માતાના મૃતદેહને પ્રિયાંક ઘરની બાજઆ રહેલ ખુલ્લી જગ્યામાં લઈ આવ્યો અને ત્યાં મૃતદેહ પર લાકડાના પાટિયા, ઘાસ અને પેપર નાંખી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાડોશીઓ પ્રિયાંકની કરતૂત જોઈ જતા તેમણે પ્રિયાંકને અટકાવ્યો અને તરત જ આ મામલાની જાણ બીલીમોરા પોલીસને કરી હતી.
નોંધનીય છે કે, બીલીમોરા પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને આ મામલે માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યારા પુત્રની ધરપકડ કરી હતી. તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.