સુરતમાં પરિણીતાએ વિડીયો બનાવી કહ્યું કે, ‘મારો પતિ હેરાન કરે છે હું આપઘાત કરું છું’
સુરત શહેરથી આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં ૩૨ વર્ષીય મહિલા દ્વારા આપઘાત કરતા પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસને આ મામલામાં જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતક મહિલાની લાશ પર કબજો મેળવી પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. ત્યાર બાદ આપઘાત પહેલા બનાવવામાં આવેલ વિડીયોને લઈને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
જ્યારે આ મામલામાં જાણકારી સામે આવી છે કે, મહિલા દ્વારા આ પગલું તેના પિતાના લીધે ભરવામાં આવ્યું છે. સુરત ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના ઘટી છે. જેમાં એક 32 વર્ષીય મહિલા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. તેમ છતાં આપઘાત પહેલા મહિલા દ્વારા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા પોતાના પતિના લીધે આપઘાત કરી છે તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ઈચ્છાપોર પોલીસ દ્વારા મહિલાના મૂર્તદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. તેની સાથે મૃતક દ્વારા આપઘાત પહેલા બનાવવામાં આવેલ વિડીયોને લઈને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.