અમરેલીમાં પોલીસની કસ્ટડીમાં આરોપીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
અમરેલીથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનના લોકઅપમા જ એક આરોપી દ્વારા ચાદર વડે દોડી બનાવીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ આરોપી પર અપહરણનો ગુનો નોંધાયેલો હતો. આ મામલામાં અમરેલી એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ દોડી આવ્યો હતો અને આ મામલામાં તપાસ શરુ કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલાના પિયાવા ગામમાં એક યુવતીનું બે દિવસ અગાઉ ચાર વ્યક્તિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાબતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસ દ્વારા સદામ જુસબ અગવાન, જસુભાઈ કશુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ઉર્ફે મુ્નો મગનભાઈ રંગાણી અને નરેશનભાઈ ભીમભાઈ ખાડકના નામના લોકોની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે આજે સવારના સદામ જુસબ આગવન નામના આરોપી દ્વારા પાથરવાની ચાદરને વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવી હતી. ઘટનાને લઈ અમરેલી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાર બાદ આપઘાત કરેલ યુવકના મૃતદેહનો પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ બાબતમાં એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અપહરણના ગુનામાં પકડાયેલ આ ચારેય આરોપીઓ જેલમાં બંધ હતા. તે સમયે એક આરોપી દ્વારા ચાદર વળે ગળે ફાંસોખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો.