AhmedabadGujarat

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે વરસાદ

ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જોર પકડી રહ્યું છે. કેમકે રાજ્યમાં ગઈ કાલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. એવામાં ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે વિધિવત રીતે ચોમાસું બેસી જશે. જ્યારે આજે સવારના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 18 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ સિવાય ૨૬ મી તારીખને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.