AhmedabadGujarat

ગુજરાતમાં ચોમાસાને લઈને સ્કાયમેટે કરી મોટી આગાહી, ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસાનો વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ રાજ્યમાં સતત ગરમીનો પારો ચડ્યો હતો. એવામાં ચોમાસાને લોઈને સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા ચોમાસાને લઈને જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. તેની સાથે બિપોરજોય વાવાઝોડાને લઈને ચોમાસામાં વિલંબ પડ્યો છે.

એવામાં રાજ્યમાં સતત ગરમીનો પારો ચડ્યો છે તેના લીધે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં જૂનના અંત અને જૂલાઈની શરૂઆતમાં ચોમાસું બેસી જશે. તેની સાથે પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે થોડી રાહ જોવી પડી શકે છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ બનશે. તેના મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ જોવા મળશે. તેની સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. જ્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ જોવા મળશે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 18 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.