GujaratMorbiSaurashtra

પ્રેમી સાથે વોટ્સએપ પર વીડિયો કોલ કરવો યુવતીને પડ્યો ભારે, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમીએ અનેક વખત આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે આજે આવો જ એક કિસ્સો હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. જેમાં યુવતીના બીભત્સ વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હળવદના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર એક યુવતીને સોશિયલ મીડિયાના આધારે રણજીતગઢ ગામના યુવક સાથે વાતચીત કરવી ભારે પડી છે. કેમકે સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી હળવદ તાલુકાના રણજિતગઢ ગામના યુવક સાથે પ્રેમસંબંધ બાંધવામાં આવ્યો હતો. તેમ છતાં ત્યાર બાદ પ્રેમી દ્વારા યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. તે સમયે પ્રેમિકાના કપડા ઉતરાવી તેના નગ્ન વીડિયો યુવક દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.

જ્યારે થોડા દિવસ બાદ પ્રેમી દ્વારા પ્રેમિકાના આ નગ્ન ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેની સાથે યુવક દ્વારા અનેક વખત યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રેમી દ્વારા સોશિયલ મીડિયામાં યુવતીના આ નગ્ન ફોટોસ અને વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યા હતા. તેને લઈને હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સહિત તેને મદદ કરનારા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા પ્રેમિકાની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.