GujaratNavsariSouth Gujarat

સગીરાને ફસાવીને વિધર્મી યુવકે પહેલા શારીરિક સંબંધ બાંધ્યા અને પછી જબરજસ્તી બુટલેગર સાથે લગ્ન કરાવી દીધા, જાણો શુ છે સમગ્ર મામલો

નવસારી જિલ્લાના ખેરગામ ખાતેથી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જ્યાં એક વિધર્મી યુવકે પહેલા યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં યુવતીને એક હિન્દૂ યુવક સાથે પરણાવી દીધી હતી. બાદમાં તે બંનેના છૂટાછેડા થતા વિધર્મી યુવક યુવતીના માતા-પિતાને સતત ધમકી આપ્યા કરતો હોવાથી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરગામ બજારમાં વસવાટ કરતા અસીમ નીઝામ શેખ નામના યુવકે ખેરગામ તાલુકામાં વસવાટ કરતી એક સગીરાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યારપછી તેણે આ આ સગીરાનો પીછો કરવાની શરૂ કર્યું અને તેની છેડતી પણ કરી હતી. અસીમના ભાઈ તેમજ પિતા અત્યંત માથાભારે તત્વની છાપ ધરાવતા હોવાથી સગીરાએ આ કોઈને પણ આ બાબતની જાણ કરી ન હતી. વર્ષ 2021માં વધુ અભ્યાસ માટે સગીરા વડોદરા ગઈ ત્યારે પણ આ વિધર્મી યુવક ત્યાં પહોંચી ગયો હતો. અને મિત્રના ઘરે જવાનું કહીને આ વિધર્મી સગીરાને એક ફ્લેટ પર લઈ જઇને સગીરા સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાના અશ્લીલ ફોટા અને વિડીયો તેના મોબાઈલમાં લઈ લીધા હતા. જો કે, બીજી યુવતીઓ સાથે પણ અસીમના સબંધ હોવાની જાણ થતાં જ અસીમ સાથે સબંધ રાખવાની યુવતીએ ના પાડી દીધી હતી અને તેના મોબાઈલમાં રહેલા ફોટા તેમજ વિડીયો ડીલીટ કરવા માટે કહ્યું હતું, પરંતુ અસીમે તેમ કર્યું નહતું.

નોંધનીય છે કે, અસીમે ફોટો વીડીયો ડીલીટ ના કરતા સગીરાએ આ સમગ્ર બાબતની જાણ તેના માતા-પિતાને કરતા તેમણે યુવતીનો અભ્યાસ છોડાવીને તેને વડોદરાથી ઘરે પરત બોલાવી લીધી હતી. સગીરાના માતા-પિતાએ સગીરાના લગ્ન જે યુવક સાથે નક્કી કર્યા હતા તે યુવકને અસીમે સગીરાનાના અશ્લીલ ફોટો વીડીયો સેન્ડ કરીને સગીરાના લગ્ન તોડાવી દીધા હતા. ત્યાર પછી અસીમને સમજાવવા 19 મેના રોજ સગીરા તેના ઘરે ગઈ હતી. જો કે, તે દરમિયાન અસીમે સગીરાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. સગીરા માની જતા અસીમ સગીરાને લઈને નવસારી ગયો અને ત્યાં જઈને અસીમે કહ્યુ હતુ કે, મારે તો તારી સાથે લગ્ન કરવા છે પણ આપણે બંને લગ્ન કરીશું તો બંને કોમ વચ્ચે મોટી માથાકૂટ થશે. આમ કહીને અસીમે બલ્લાડેશ્વર મંદિરમાં બિલિમોરાના મર્ડર કેસના આરોપી રોનક પટેલ સાથે બળજબરી પૂર્વક સગીરાના લગ્ન કરાવી દીધા હતા. આ બાદ સ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બાબત પહોંચી હતી અને છોકરી તેમજ રોનકના કોર્ટ મારફતે છૂટાછેડા થયા હતા. આ બાદ પણ અસીમ સગીરાના માતા-પિતાને અવારનવાર ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને સગીરાએ આ મામલે અસીમ નિઝઆમ શેખ અને રોનક પટેલ વિરુદ્ધ પોલોસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.