રાજકોટમાં પત્નીની હત્યા કરી પુત્રને ફોન કરીને કહ્યું એવું કે…..
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં પતિ દ્વારા જ પત્નીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના કમળા પરમાર નામની પરિણીતાની હત્યા તેના પતિ પ્રેમજી પરમાર દ્વારા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના સર્વોદય સોસાયટીમાં આવેલા ગોવિંદ નગરમાં રહેનાર પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. એવામાં ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને કમળા પરમારના પતિ પ્રેમજી પરમારે તેમના પર બોથડ પદાર્થ મારીને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા હતા. ત્યાર બાદ પ્રેમજી પરમાર દ્વારા તેના દીકરા બાબુ પરમારને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે તારી માને મારી નાખી છે અને પછી ફોન કાપી દીધો હતો.
જ્યારે પત્નીની હત્યા બાદ પ્રેમજી પરમાર ઘર છોડીને નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણકારી મળતા બાબુ પરમાર દ્વારા તેમના શાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરનારા પોતાના બંને ભાઈઓને ફોન દ્વારા આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ કમળા પરમારના બંને પુત્ર પોતાના ઘરે દોડી આવ્યા હતા. ઘરે પહોંચ્યા તો ઘરમાં તાળું લાગેલું હતું. ઘરનું તાળું ખોલીને જોયું તો તેમની માતા કમળા પરમાર બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ તાત્કાલિક અસરથી ૧૦૮ ને જાણકારી કમળાબેનને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટશહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણકારી સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા શાપર વેરાવળ પોલીસ ને કરવામાં આવતા પોલીસ ની ટીમ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલાની શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી હતી. તેની સાથે આરોપી પ્રેમજી પરમાર ની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.