અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમદાવાદના પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દુઃખદ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. નવમાં માળ પરથી સિમેન્ટથી થેલી બાળકી પર પડતા ઘટનાસ્થળ પર જ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. નિકોલ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, અમદાવાદ નિકોલ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલી રહ્યું હતું. એવામાં તે સમયે નવમા માળેથી સિમેન્ટની થેલી બાળકી પર પડતા ઘટના સ્થળ પર જ બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે આ અકસ્માતના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અગાઉ પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી દુર્ઘટનાઓ ઘટી છે. ત્યારે ફરી એક વખત માસૂમ બાળકી પર સિમેન્ટની થેલી પડતા બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમ બાળકીના મૃત્યુથી પરિવાજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.