South GujaratGujaratSurat

સુરત : ઉધનામાં લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં સી. આર. પાટીલ થયા સામેલ

અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં શહેરીજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન રામને આવકારવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરોમાં પણ સાફસફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એવામાં ઉધના ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સફાઈ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ સફાઈ અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ જોડાઈ ગયા હતા.

સુરતના ઉધના સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં જોડાયેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે મીડિયાને મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તીર્થ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટેની અપીલ અને આહવાન કરાયું આવ્યું હતું. 500 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને લોકોની જે આશા, અપેક્ષા અને ઈચ્છા હતી તે આજે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પૂર્ણ થઈ જશે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આજે કરવાના છે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, દેશના શ્રેષ્ઠ મંદિરોમાનું પૈકીનું એક અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના લીધે અયોધ્યાને પણ દુલ્હનની જેમ સજાવી દેવાયું છે. તેના ભાગરૂપે સમગ્ર દેશના ગામડાઓથી લઈને શહેરોના તીર્થ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગુજરાતના 360 ગામડાઓમાં આ સફાઈ કરાઈ છે. વીતેલા દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ તીર્થ સ્થળોની સાફ-સફાઈ કરી કામગીરી પૂર્ણ કરાઈ છે. તે બદલ કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન દ્વારા જાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું તેની આ અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. સફાઈ ઝુંબેશ હાથ ધરી માત્ર સફાઈ કરવાની નથી પરંતુ તેની જાળવણી કરવી પણ આપણી સૌ કોઈની જવાબદારી રહેલી છે. તેના માટે કાર્યકર્તાઓને પ્રેરિત કરાયા છે. સફાઈ કરવી અને તેની જાળવણી પણ કરવી તેવો મેસેજ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં આજે જશે.