સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી આપઘાત કેસને લઈને થયો મોટો ખુલાસો….
સુરતના સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી દ્વારા થોડા દિવસો પહેલા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે હવે આ મામલામાં પોલીસ તપાસમાં મોટી જાણકારી સામે આવી છે. મૃતક પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીને સુરત શહેર પોલીસ ના જ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સાથે પ્રેમ સંબંધ રહેલો હતો. એવામાં પ્રેમ સંબંધમાં માઠું લાગતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી દ્વારા આપઘાત કરી લેવાનું હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી દ્વારા બે દિવસ પહેલા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં આ મામલામાં તપાસ કરવામાં આવતા જાણકારી સામે આવી છે કે, મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીને સુરત સાયબર ક્રાઇમમાં ફરજ બજાવનાર પ્રશાંત ભોયે નામના એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ થયો હતો. તેમ છતાં છેલ્લા દસ દિવસથી બંને વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. તેમાં પણ કારણ સામે આવ્યું છે કે, પ્રશાંત ભોએનો અકસ્માત થતા તે પોતાના વતન ડાંગમાં ચાલ્યો ગયો હતો અને તેના ગામમાં મોબાઈલનું નેટવર્ક પણ આવતું નહોતું.
તેની સાથે આ મામલામાં પોલીસ દ્વારા તપાસ કરતા વધુ જાણકારી સામે આવી છે. પ્રશાંત ભોએ અને હર્ષના વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ રહેલો હતો. જેમાં પ્રશાંત ભોએ દ્વારા સતત હર્ષના ને લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. બીજી તરફ હસીના ચૌધરી લગ્ન માટે તૈયાર નહોતી અને થોડી રાહ જોવા માટે કહ્યું હતું. તેમ છતાં આ મામલામાં બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. એવામાં પ્રશાંત ભોઈ નો અકસ્માત થઈ ગયો હતો. આ કારણોસર દસ દિવસ સુધી તે પોતાના વતન ડાંગના ગામમાં ચાલ્યો ગયો હતો. તેના લીધે બંને વચ્ચે સંપર્ક થઈ શક્યો નહતો. એવામાં આ બાબતને લઈને માઠું લાગતા હર્ષના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. તેમ છતાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.