South GujaratGujaratSurat

સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ મિત્રની હત્યા કરી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ એક મામલો સુરત શહેરથી સામે આવ્યો છે. સુરતના નાનપુરા ના મક્કાઈ પુલ પાસે નાટ્યગૃહ નજીક થોડા દિવસો પહેલા એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મૃતદેહ નો પીએમ રિપોર્ટ આવ્યા બાદ અઠવાલાઇન્સ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી રૂ. 400 ની લેતીદેતીમાં માર મારનાર મૃતકના હમ વતની ઉડિયા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલામાં વધુમાં જણાવી દઈએ કે, અઠવાલાઇન્સ પોલીસ ને ગત 12 માર્ચના રોજ નાનપુરાના મક્કાઈપુલ સર્કલ પાસે ચં.ચી મહેતા નાટ્યગૃહ ના ફુટપાથ પર થી નાક ના ભાગમાં લોહીલુહાણ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ અજાણ્યા યુવક ના મૃતદેહ પર કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ કરનાર ડોક્ટર દ્વારા માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું. તેના લીધે પોલીસ દ્ચંવારા .ચી મહેતા નાટ્યગૃહ ની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.

તેની સાથે સીસીટીવી ના ફૂટેજ ચેક કરવામાં આવતા તેમાં જોવા મળ્યું કે, 11 માર્ચ ના રોજ સાંજના 6.36 કલાક મૃતક યુવાન ફૂટપાથ પર બેઠેલો હતો. ત્યાર બાદ 6.48 કલાકના એક યુવાન દ્વારા તેની સાથે ઝઘડો કરી લાત વડે માર મારી એક પગ મચકોડીને જતા જોવા મળ્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા સ્થાનિક ફૂટપાથ પર રહેનાર લોકો ની પૂછપરછ કરવામાં આવતા મરનાર ઓડિશા વાસી અને ભુરીયો નામ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેને માર મારતા સીસીટીવીમાં કેદ થનાર રામકિશોર પ્રધાન પણ ઓડિશા વાસી હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે પોલીસ દ્વારા રામકિશોર ની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા મૃતક તેનો મિત્ર હોવાનું અને બંને વચ્ચે રૂ. 400 ની લેતીદેતી બાબતમાં ઝઘડો થતા માર માર્યો હોવાનું કહ્યું હતું.