GujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગર : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમત રમતાં બાળકનું આ કારણે થયું મૃત્યુ

સુરેન્દ્રનગર ના લીંબડી ના ટોકરાળા ગામ થી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, બાળક રમતા-રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયું હતું તેના લીધે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાળક ના મૃત્યુ થી પરિવારજનો સહીત સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, ટોકરાળા ગામમાં મજૂરી કામ માટે આવેલ પરિવારનું બાળક ગામની સીમમાં રમી રહ્યું હતું. એવામાં તે રમતા-રમતા પાણીની ડોલમાં પડી ગયું હતું તેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ પરિવાર અમરેલી ના લાઠી થી મજૂરીકામ માટે અહીં આવ્યો હતો. બાળકના મોતથી પરિવારજનો માં શોકનું મોજુ ફરી વળ્યું છે.

એવામાં આ મામલો માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. કેમ કે, માતા-પિતા એ પોતાના નાના બાળકને એકલું રમતા મુકવું જોઈએ નહીં. એવામાં જો નાનું બાળક રમી રહ્યું હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે આજે બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને લઈને પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.