રવિવારે ક્ષત્રિયોનું મહા સંમેલન, લાખો લોકો આવશે,આગેવાને કહ્યું કે હવે રૂપાલાને…
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને કાર્યક્રમો ને લઈ રાજપૂત સમાજની સંકલન સમિતિ બનાવવામાં આવેલ છે. રાજપૂત સંકલન સમિતિના સભ્યો દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં 14 એપ્રિલના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવશે. જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેવાના છે. જામ સાહેબ ને પણ મળી આમંત્રણ આપવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલા ને તેમના સંસ્કાર દેખાડવામાં આવશે.
તેની સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપર ગામ પાસે રામ મંદિર સામે આવેલી જગ્યામાં મહાસંમેલન યોજાવાનું છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ છે, સમાજમાં શુદ્ધિકરણ જરૂરી રહેલી છે. દેશના વિકાસ માટે આ જરૂરી રહેલી છે. આજે પાટણ, મુંદ્રા અને ધ્રાંગધ્રામાં મોટું સંમેલન યોજાવાનું છે. આ અગાઉ ધંધૂકામાં સંમેલન થયું હતું, જિલ્લે જિલ્લે સંમેલનો થયાં છે. પરંતુ આ મુદ્દાને જાહેર જીવનમાં નૈતિકતા નું ધોવાણ થયેલ છે તેને અટકાવવાનો પ્રયાસ થાય તેવો દાખલો બેસાડવા ઈચ્છીએ છીએ.
તમને જણાવી દઈએ કે, જામનગર સ્ટેટના જામ સાહેબના પત્રને લઈને રમજુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જામ સાહેબના નિવેદનને બાબતમાં અમે સંકલન સમિતિમાં ચર્ચા કરીશું. અમે જામ સાહેબને મળવાનો પ્રયાસ કરીશું. કોઈપણ આંદોલન સામાજિક હોય છે. આ કોઈ રાજકીય નથી, સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ રહેલ છે. જામ સાહેબ અમારા માટે પૂજનીય રહેલ છે અને અમે તેમને મળીશું. જામ સાહેબને યોગ્ય સમયે મળીશું એવું જણાવ્યું હતું. રૂપાલાને તેમના સંસ્કાર દેખાડવા પડેશે. ગુજરાતનો રાજપૂત સમાજ આ નક્કી કરશે. ટિકિટ રદ થવાની માગ સમાજની રહેલી છે. સમગ્ર સમાજની લાગણી ઘવાઈ છે.