South GujaratGujaratSurat

કાદવ હોવાથી ફાયર અધિકારીએ લઈ જવાનું કહેતા સુરતના ડેપ્યુટી મેયર ખભે ટીંગાઈ ગયા

રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો છે. એવામાં સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના લીધે સુરતમાંથી પસાર થનાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયું હતું. સુરત શહેરમાં ખાડી પૂરના લીધે લિંબાયત, વરાછા એ-બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડી ના પાણી ઘુસ્યા હતા.

તેની સાથે સુરતમાં ભારે વરસાદ લીધે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે બીજી તરફ પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેંદ્ર પાટીલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સુરતના ડેપ્યુટી મેયર હાલ એક વિવાદમાં આવી ગયા છે. જાણકારી મુજબ, સ્થિતિની સમીક્ષા કરવા ડેપ્યુટી મેયર જે સ્થળ પર પહોંચ્યા હતા તે સ્થળ પર  ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર બે ફૂટ ની જગ્યામાં સામાન્ય કાદવ રહેલો હતો. એવામાં કાદવમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસર ના ખભે તે ટીંગાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, નેતાજી દ્વારા ત્યારબાદ ફૂટપાથ પાર કરવામાં આવી હતી. એક તરફ ખાડી પૂરના લીધે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બનેલી હતી. ત્યાં બીજી તરફ ડેપ્યુટી મેયરની ટીંગાટોળી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર ઘટનાની તસ્વીરો સામે આવતા જ લોકો દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે તે માટે તેમના દ્વારા આવું કામ કરવામાં આવ્યું હતું.