ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત : એક બાળકનું મુત્યુ થતા મોતનો આંકડો 150 ને પાર પહોંચ્યો
વડોદરા શહેરમાં ચાંદીપુરાનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં પીડિયાટ્રિક વિભાગમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 19 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, આ જીવલેણ વાયરસ સતત વડોદરામાં કહેર વર્તાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મૌટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ રહેલી છે. હાલમાં ચાંદીપુરા વાયરસની સ્થિતીને જોતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે સારવારની તમામ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવી રહી છે. વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી શંકાસ્પદ ચાંદીપુરા સાથે દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં સારવાર મેળવવામાં આવે છે. આ તમામને સારવાર અપાઈ રહી છે. હાલમાં આઠ દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે જેમાં બે ICU માં સારવાર હેઠળ રહેલા છે. બાકીના છ બાળકો સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ થયેલી હાથીખાનાની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે મૃત્યુદરમાં વધારો થયો છે.
જ્યારે વડોદરા જિલ્લામાં હાલ ચાંદીપુરા વાયરસ ભારે કહેર જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલ એસએસજીના બાળરોગ વિભાગમાં તેની સારવાર અપાઈ રહી છે. હાલની સ્થિતીમાં અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમાં 6 ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે 19 માસુમો બાળકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં આઠ બાળકો સારવાર હેઠળ રહેલા છે જેમાં બે ની તબિયત ગંભીર હોવાના લીધે આઇસીયુમાં સારવાર અપાઈ રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા માટે ભારે મહેનત કરાઈ રહી છે.