મોરબીમાં સર્જાયો ભયંકર અકસ્માત, એસટી બસની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં આજે મોરબીના હળવદ થી આવી જ ઘટના સામે આવી છે. જેમાં એસટી બસની ટક્કરે બાઈક ચાલક નો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના હળવદ વિનોબા ગ્રાઉન્ડ નજીક એસ. ટી બસ દ્વારા એક બાઈકને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. તેની ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
જાણકારી અનુસાર, મોરબીના હળવદ વિનોબા ગ્રાઉન્ડ નજીક ગુરૂવારના એટલે તારીખ ૨૨-૦૮-૨૦૨૪ ના રોજ હળવદથી ધાંગધ્રા તરફ જતી એસટી બસ દ્વારા એક બાઈક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો. તેના લીધે બાઈકનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે તે ઘરે જઈ રહ્યા હતા તે સમયે તેમના બાઈકનો અકસ્માત સર્જાયો હતો.
તેની સાથે આ ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો. અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.