VadodaraGujarat

વડોદરામાં 74 વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિત પર ઘાતકી હુમલો, સારવાર દરમિયાન મુત્યુ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરામાં 74 વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. શહેર પાસે આવેલા સિંધરોટ અમરાપુરા મીની રીવર બ્રિજ નજીક વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જાણકારી મળી છે કે, પોતાના જ અસીલ એટલે નરેશ રાવલ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ દ્વારા વકીલ વિઠ્ઠલ પ્રસાદ પર જીવલેણ હુમલો કરી ઈજા ગ્રસ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, 74 વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિત ગઈ કાલ રાત્રીના પોતાની સાથે રહેનાર અસીલ નરેશ બાબુભાઈ રાવલ નામના વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ આરોપી પત્નીની છેડતી કરવામાં આવી હોવાનું પોલીસ સામે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તાલુકા પોલીસ દ્વારા વકીલનો મૃતદેહ પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે આ હત્યાના બનાવ ને લઈને વકીલ વિપુલભાઇ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૃતકનું નામ વિઠ્ઠલ પ્રસાદ પંડિત રહેલ છે. આ બનાવ 31 ઓગસ્ટના રોજ સાંજના સમયે બન્યો હતો. તેમના શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, તેમને માર મારવાને લીધે આ ઈજા પહોંચી હતી. આ ઘટના સિંધરોટ ગામ પાસે ઘટી હતી જે મીની રીવર બ્રિજ પાસેની છે. ત્યાંના બે વ્યક્તિઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી. તેના મારફતે ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમનું મોડી રાત્રીના સમયે મૃત્યુ નીપજ્યું હતું.

તેની સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ વકીલ માટે આ ખરાબ સમાચાર કહેવામાં આવે. સરકાર દ્વારા વકીલોની સુરક્ષા માટે ખાસ કાયદો બનાવો જોઇએ. આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કૃત્ય કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતકના માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા થઈ હતી. મોઢાનો ભાગ તોડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ અમને રાત્રીના સમયે થઈ હતી. જ્યારે અમારા વકીલ દ્વારા અમારી આશા છે કે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ મુજબ વકીલોને સુરક્ષા પ્રાપ્ત થવી જોઇએ. જ્યારે આ ઘટનામાં વડોદરા તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે વકીલ વિઠ્ઠલ પંડિતના અસીલ તેમજ શકમંદ નરેશ રાવલ નામના વ્યક્તિની પુછપરછ હાથ ધરવામાં આવી છે.