×
GujaratAhmedabadCrime

અમદાવાદમાં ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે લાખોની બાઈક ચોરતી ટોળકી ઝડપાઈ

Gang caught stealing bikes worth lakhs to impress girlfriend in Ahmedabad

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોંઘી સ્પોર્ટ્સ બાઈક ચોરીની ઘટનાઓ વધતી હતી. આ મામલે Ahmedabad Policeના ઝોન-1 LCBએ મોટી કાર્યવાહી કરીને આવી ચોરી કરતી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવેલી હકીકતો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે આ યુવાનો મોજશોખ અને પોતાની ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માટે બાઈક ચોરી કરતા હતા. તેઓ ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઈક લઈને Mount Abu જઈ સ્ટંટ કરતા અને ફરવા જતા. ત્યારબાદ ગર્લફ્રેન્ડના ખર્ચ અને લાઈફસ્ટાઈલ માટે બાઈકને ઓછી કિંમતે રાજસ્થાનમાં વેચી દેતા હતા.

₹200ના સાધનથી લાખોની બાઈક ચોરી

આ ટોળકીની રીત ખૂબ જ સરળ પરંતુ ચોંકાવનારી હતી. તેઓ બજારમાં મળતા ₹100-₹200ના ‘ડિસમીસ’ (સ્ક્રુડ્રાઈવર)થી મોંઘી બાઈકના સ્ટિયરિંગ લોક અને ઇગ્નીશન તોડી દેતા અને મિનિટોમાં બાઈક લઈ ફરાર થઈ જતા.

ઝોન-1ના DCP હર્ષદ પટેલના જણાવ્યા મુજબ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સોલા અને સાબરમતી વિસ્તારોમાંથી મળેલી ફરિયાદોના આધારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા. તેમાં ત્રણ શંકાસ્પદ યુવકો દેખાતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજસ્થાનના શિહોરી અને ડુંગરપુરના રહેવાસી સુનિલકુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમારને પકડી પાડ્યા છે.

હાલમાં પોલીસે ફરાર અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. તપાસ મુજબ, આ ગેંગ છેલ્લા પાંચ મહિનાથી સક્રિય હતી અને ખાસ કરીને મોંઘી સ્પોર્ટ્સ બાઈકને જ નિશાન બનાવતી હતી.