GujaratMehsanaNorth Gujarat

ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતને લઈને થયો મોટો ખુલાસો, પ્રેમી જ નીકળ્યો હત્યારો

મહેસાણાથી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી હતી. મહેસાણામાં થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મહેસાણાના વડસ્માની એક ફાર્મસી કોલેજમાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો. તેમ છતાં શરૂઆતમાં વિદ્યાર્થિનીએ દવા પીને આપઘાત કર્યો હોવાની જાણકારી આવી હતી. પરંતુ દીકરીના મોત બાબતમાં પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી દીકરીની હત્યા કરવામાં આવી છે. એવામાં હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે.

પોલીસની તપાસમાં જાણકારી સામે આવી છે કે, વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થી દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. પ્રેમ સંબધ રાખવા દબાણ કરી લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી વિદ્યાર્થી નાસી ગયો હતો. પોલીસ દ્વારા પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળ કાર્યવાહી શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની તિતિક્ષા પટેલ વડસ્મા પાસે આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી હતી. જ્યારે તે અહીં જ હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા દિવસો પહેલા જ કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી. તેની સાથે જ કોલેજનો એક યુવક પણ તેની સાથે ગુમ થઈ ગયો હતો.

એવામાં કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે દિવસ અગાઉ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. આ બાબતની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પોલીસ દ્વારા મોકલી દેવાયો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાયું હતું.

તેની સાથે તિતિક્ષાનો મૃતદેહ મળ્યો ત્યારથી જ તેની સાથે અભ્યાસ કરનાર પ્રણવ નામનો વિદ્યાર્થી પણ ગુમ હતો. તેના શોધવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. એવામાં હવે જાણકારી સામે આવી છે કે, પ્રણવ નામના વિદ્યાર્થીએ જ વિદ્યાર્થિની હત્યા કરી હતી.