GujaratRajkotSaurashtra

રાજકોટ લવ જેહાદના કેસમાં મોટો ઘટસ્ફોટ, યુવતીએ પોતાના જ માતા-પિતા પર કર્યા ગંભીર આક્ષેપ

રાજ્યમાં સતત લવજેહાદના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રાજકોટ શહેરમાં લવજેહાદના કેસમાં યુવતીએ તેના પોતાના માટે પિતા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.  માતા-પિતાએ આક્ષેપ કર્યો કે વિધર્મી યુવક તેમની દીકરીને લવજેહાદમાં ફસાવીને ભગાડીને લઈ ગયો હતો. ત્યારે આ કેસમાં યુવતીએ કોર્ટમાં હાજર થઈને પોતાના માતા-પિતા સામે જ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ક્રિકેટ કોચિંગ કરાવતા મહેબૂબ બુખારી નામના વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લવ જેહાદ કર્યો હોવાનો આક્ષેપ યુવતીના માતા-પિતાએ કર્યો હતો. ત્યારે આ કેસમાં યુવતીએ કોર્ટમાં હાજર થઈને તેના માતા-પિતા ઉપર જ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા અને કહ્યું હતું કે, ‘મારી મરજી વિરુદ્ધ મારા માતા-પિતા મારા લગ્ન કરાવવા માંગે છે. મારા માતા પિતા મને ઘરમાં ખૂબ માર મારતા હતા. માથાના ભાગમાં તેમણે મને છરીઓ મારી છે. હું 26 તારીખે ઘરેથી નીકળી ગઈ છું.

નોંધનીય છે કે, યુવતી લાપતા થતા યુવતીના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેમની દીકરી સાથે લવ જેહાદ કર્યું છે. ત્યારે આ ઘટનાને પગલે આહીર સમાજના આગેવાનોએ રાજકોટ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજીને યુવક અને યુવતીને તાત્કાલિક અસરથી હાજર કરવાની માંગણી કરી હતી. તેમજ આ મામલે ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે યુવતીએ આ સમગ્ર મામલે કોર્ટમાં હાજર થઈને તેના પોતાના માતા-પિતા વિરુદ્ધ જ ગંભીર આક્ષેપ કર્યા છે.