સુરતમાં રૂપિયાની લેતી-દેતીમાં મામલામાં મિત્રએ કરી મિત્રની હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો સામે આવ્યો છે. સુરતમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં વહેલી સવાર ના એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ હત્યા મિત્ર દ્વારા જ મિત્રની કરી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં હત્યાને અંજામ આપીને હત્યારો નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
સુરતના રાંદેરના બાબુ નગરમાં રહેનાર 21 વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. મુન્ના પર ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પૈસાની લેતી દેતીમાં બાબતમાં ગુસ્સામાં આવી આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર નાસી ગયો હતો. તેના લીધે રાંદેર પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ મામલામાં કાર્યવાહી શરૂ કરી છે.
તેની સાથે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુરતના રાંદેર ચાર રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયા બાદ હત્યાની ઘટના બની હતી. ફરિયાદી નઝીરભાઈના નાના ભાઈ મુન્ના ની હત્યા કરવામાં આવી છે. ગુસ્સામાં આવી ને યુવકની હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા સાંથળના ભાગમાં મારી હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે લોહીલુહાણ હાલતમાં 108 મારફતે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.