વલસાડના ધરમપુરના ગોરખડા ગામમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામથી સામે આવી છે. જેમાં પત્ની સાથે ઝઘડો થતા પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામના નિશાળ ફળિયામાં રહેનાર મયુરી ના લગ્ન રાજપુરી જંગલ ગામના ગોરખડા ફળિયામાં રહેનાર જીતેશ ચંદુકુંવર સાથે વર્ષ 2007-8 માં થયેલ હતા. તેમને દામ્પત્ય જીવનમાં ત્રણ સંતાનનું સુખ મળ્યું હતું, પરંતુ અધૂરા મહિને હોવાના લીધે પ્રથમ બાળક નું જન્મ બાદ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજું સંતાન પૂરા મહિનાનું હતું, પરંતુ કમજોર હોવાના લીધે એક મહિના બાદ તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે હાલમાં ત્રીજું સંતાન ચાર મહિનાનું રહેલ હતું. એવામાં મયુરી પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાના લીધે અનેક વખત પતિ ને ટકોર કરતી રહેતી હતી. તેના લીધ મયુરી સાથે જીતેશ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતો રહેતો હતો. પરંતુ તેઓનો ઘર સંસાર ન બગડે તેથી સમાધાન કરી દેવાતું હતું. સમાધાન બાદ થોડા દિવસો માટે જીતેશ મયૂરીને સારી રીતે રાખવા લાગતો અને પછી એજ જ રીતે મારઝૂડ કરતો રહેતો હતો.
તેની સાથે મયુરી દ્વારા પતિ જીતેશ ને એવામાં ફરીથી કામ ધંધા અંગે ટકોર કરવામાં આવી તો જીતેશ ને ગુસ્સો આવી ગયો હતો. તેના લીધે જીતેશ દ્વારા પત્ની મયુરી માથાનાં ભાગમાં હથોડીના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી નાખી હતી. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને જીતેશ ને પકડી આ મામલામાં પોલીસને જાણ કરી દીધી હતી.
ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જીતેશ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં મૃતક મયૂરીના પિતા દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.