SaurashtraGujarat

ભાવનગરના તળાજાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે ભાવનગર શહેરથી આવા જ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેનાર અને તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ જવાના દ્વારા તેમના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલ ગાયત્રીનગર સ્થિત ભોળાનાથ ના મંદિર નજીક તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર અશોકભાઈ ધરમશીભાઈ જમોડ રહેતા હતા. એવામાં આજ સવારના સમયે તે ઉપરના માળે આવેલ રૂમમાંથી નીચે ન આવતા પરીવાર દ્વારા પાછળના બારણાને ધક્કો મારી અંદર પ્રવેશી દેખવામાં આવતા અશોકભાઈ પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેના લીધે અશોકભાઈ ની પુત્રી સહિતના પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા પોલીસ જવાનને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને ઘોઘા રોડ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ જવાન મળતાવડા સ્વભાવના હતા અને તેમને કોઈ તકલીફ નહોતી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ ન મળતા તેમને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસ જવાન દ્વારા કરવામાં આવેલ આપઘાતને લઈને પોલીસ બેડામાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.