AhmedabadGujarat

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં સર્જાયો ભયંકર અકસ્માત, બાઇક ચાલકના થઈ ગયા કુરચે કુરચા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં દર્દનાક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં બાઈક લઈને જનારનું બાઈક સ્લીપ ખાઈ જતા તે ડમ્પરના વ્હીલ નીચે આવી ગયો હતો. તેના લીધે તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. ઘટના જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. તે સમયે જ એક ડમ્પર પણ સામેથી પસાર થઈ રહ્યું હતું. એવામાં યુવકનું કોઈ કારણોસર બાઈક સ્લિપ થઈ ગયું અને યુવક ડમ્પરના નીચે આવી જતા તેના કુરચે કરચા ઉડી ગયા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ CCTV માં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.