AAPBjpGujaratPolitics

આમ આદમી પાર્ટીને લાગ્યો વધુ એક ઝટકો, વધુ એક નેતા ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દ્વારા એક બાદ એક આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. જ્યારે એવામાં આજે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં આજે વધુ એક નેતા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટીને રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે.

જ્યારે ડો. મિતાલીબેન વસાવડાની વાત કરવામાં આવે તો તે આમ આદમી પાર્ટીના સભ્ય હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હતા. તેમ છતાં આમ આદમી પાર્ટીમાં કોઇ પણ અવસર મળ્યો નહોતો. એવામાં કમલમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાજપની મહિલા સામે કરવામાં આવેલા ખરાબ વર્તનને જોતા અને પીએમ નરેન્દ્ર મોદીના મહિલાલક્ષી કામોને જોતા તે ભાજપમાં જોડાઈ ગયા છે.

તેની સાથે ડો. મિતાલીબેન વસાવડા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપ પ્રમુખ ડો.શ્રદ્ધાબેન રાજપુત, ડોક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, સહ પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો હતો.

આ અગાઉ આમ આદમી પાર્ટીમાં ગુજરાતી સિંગર વિજય સુવાળા અને સૌરાષ્ટ્રના ઉધોગપતિ મહેશ સવાણી દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે. તેના લીધે આમ આદમી પાર્ટીની સતત ગુજરાતમ કમર તૂટતી હોવાનું જોવા મળી રહ્યું છે.