વિધાનસભાની ચુંટણી પહેલા જ ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટી જોડે કંઇક એવું જ જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીમાં આજે ત્રણ વિકેટ પડી ગઈ છે. આમ આદમી પાર્ટીમાંથી આજે નિલમ વ્યાસ, વિજય સુંવાળા અને મહેશ સવાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જયારે તેમાંથી બે ભાજપમાં પણ જોડાઈ ગયા છે. વિજય સુંવાળા અને નિલમ વ્યાસ ભાજપમાં જોડાઈ ગયા છે. એવામાં આમ આદમી પાર્ટીને આજે ઘણું મોટું નુકસાન પહોંચ્યું છે.
જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વાતો કરીએ તો આમ આદમી પાર્ટી જોડે હાલ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી રહેલા છે. હવે આ બધાની વચ્ચે ઇસુદાન ગઢવી દ્વારા ફેસબુક પર કરવામાં આવેલ એક પોસ્ટના કારણે ચર્ચામાં આવી ગયા છે. ઇસુદાન ગઢવી દ્વારા ફેસબુક પેજ પર લખવામાં આવ્યું છે કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં દિલ છે.
તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, કાલે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા છડ્યંત્ર વિશે જણાવીશ. આ સિવાય જે પણ નેતાઓ ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાના કારણે ગયા નથી પરંતુ પોતાના અંગત કારણોસર ગયા છે. જ્યારે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ ઉદાસીનતા રહેલી છે.
નોંધનીય છે કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ મોટા માથાઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આજ સવારના સૌથી પહેલા આમ આદમી પાર્ટીમાંથી સૌથી નિલમબેન વ્યાસ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું અને તે ભાજપમાં પણ જોડાઈ ગયા હતા. ત્યાર બાદ ગુજરાતી સિંગર વિજય સુંવાળા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના મહેશ સવાણી દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેના લીધ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.