AhmedabadGujarat

હોટેલમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા AAP ધારાસભ્ય રંગે હાથ ઝડપાઇ જતા દુમ દબાવીને ભાગ્યા

રાજ્યમાં રાજકીય નેતાઓ રંગરેલીયા મનાવતા હોવાઅનેક કિસ્સાઓ અત્યારસુધીમાં સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રંગરેલીયા મનાવતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. રાજકીય પાર્ટીના એક ચૂંટાયેલા ધારાસભ્ય એક યુવતીને લઈને હોટલના રૂમમાં રંગરેલીયા મનાવતા હતાં. તે દરમિયાન રંગે હાથ ઝડપાઈ જતા ધારાસભ્ય તેમના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા. પરંતુ તે ભાગે ત્યાં સુધીમાં સીસીટીવી કેમેરામાં તેમનો ચહેરો કેદ થઈ ચૂક્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણી એક પરિણીત યુવતીને લઈને કડોદરા વિસ્તારની એક હોટલમાં ગયા હતા. જ્યાં તેઓ આ યુવતી સાથે રૂમમાં હતા એ દરમિયાન યુવતીનો પતિ ત્યાં આવી પહોંચતા ધારાસભ્ય રંગે હાથ રંગરેલીયા મનાવતા ઝડપાઇ ગયા હતા. અને બાદમાં તેઓ મોઢા પર રૂમાલ રાખીને ત્યાંથી ભાગ્યા હતા. જો કે, તેઓ ભાગ્ય ત્યાં સુધીમાં તો સીસીટીવી કેમેરામાં તેમનો ચહેરો કેદ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ તો હોટલના સીસીટીવી કેમેરામાંમાં કેદ થયેલા ધારસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વિડીયોના કારણે હાલ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ત્યારે આ વીડિયો મામલે ભુપત ભાયાણીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.