રાજ્યમાં વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં આજે સુરતથી એક વિડીયો વાયરલ થયો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના એક નેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે વાયરલ થઈ રહેલા વિડીયોમાં આપ નેતાની વિચિત્ર હરકત જોવા મળી છે.
આપ નેતા રાકેશ હિરપરા જીભ કાઢીને વિચિત્ર હરકત કરતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. તેના ળીડઃઆઆ વિડીયો ચર્ચાનો વિષય બની ગયો છે. તેની સાથે મીડિયા સાથે આ વિશેમાં વાત કરતા રાકેશ હિરપરાદ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેના લીધે તેમની સામે આ પ્રકારનો વિરોધ મેં કર્યો હતો.
જ્યારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રાકેશ હિરપરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા, વિરોધ પક્ષ ધર્મેશ ભંડેરીના દરવાજા પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. તે દરમિયાન તે જીભ કાઢીને અવાજ નીકાળતા વિચિત્ર વર્તન કરી રહ્યા છે. તેની સામે બેકગ્રાઉન્ડમાં અન્ય લોકો હોબાળો મચાવતાં હોય તેવો અવાજ સાંભળવા મળી રહ્યો હતો. જુઓ વિડીયો..
જ્યારે આ વિડીઓ જોત-જોતામાં સોશિયલ મીડિયા પર આગની જેમ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ભાજપે વાયરલ કર્યો છે. નોંધનીય છે કે, આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ માટેની બોર્ડ બેઠક મળી હતી તે દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. તેના લીધે ભારે હોબાળો થતા આપના પાંચ સભ્યોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.