મોરબીમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
![](/wp-content/uploads/2023/06/Accident-between-bike-and-car-in-Morbi-biker-seriously-injured.jpg)
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મોરબીથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના માળિયા તાલુકામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, નેશનલ હાઈવે પર આવી રહેલી કાર સાથે ક્રોસિંગ કરી રહેલા બાઈકનો અકસ્માત સર્જાયો હતો. તેના લીધે બાઈક ચાલક રોડ પર જમીન પટકાયો હતો. જ્યારે કારના આગળના ભાગને અકસ્માતને લીધે ભારે નુકસાન થયું હતું.
જાણકારી અનુસાર, માળીયાના ખાખરેચી ગામ પાસે સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના લીધે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. તેના લીધે ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. અકસ્માતને સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ટોલનાકાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેના દ્વારા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા હજુ કોઈ નોંધ લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.