BollywoodIndia

એવી અભિનત્રીઓ જેમને ક્યારેય પણ મેકઅપ કરવાની જરૂરત ન પડે

આજની આ પોસ્ટમાં અમે તમને બૉલીવુડની એવી અભિનેત્રીઓ વિષે જણાવશું કે જેઓ વગર મેકઅપ પણ ખુબ સુંદર દેખાય છે. તેમને સુંદર દેખાવા માટે કોઈપણ ભારે ભરખમ મેકઅપ કરવાની જરૂરત પડતી નથી. ભારતીય સિનેમા જગતમાં આમ તો આવી ઘણી અભિનેત્રીઓ છે પણ આજે અમે તેમાંની અમુક અભિનેત્રીઓ વિષે વાત કરીએ…

નોરા ફતેહી : બહુ ઓછા સમયમાં નોરા પોતાના ટેલેન્ટથી બૉલીવુડમાં એક અલગ ઓળખાણ બનાવી ચુકી છે. તે પોતાના ડાન્સ માટે ખુબ ફેમસ છે. તે બૉલીવુડની અનેક ફિલ્મમાં આઈટમ નંબર ડાન્સ કરી ચુકી છે. અનેક સ્ટાર્સ એ તેમના ફેન છે. હાલમાં જ તે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં નાના રોલમાં જોવા મળી હતી. નોરાએ ‘સ્ત્રી’ (કમરીયા), ‘બાટલા હાઉસ’ (સાકી સાકી) અને ‘પરમાનુ’ (દિલબર દિલબર) જેવી ફિલ્મોમાં હિટ આઈટમ નંબર આપ્યા છે. નોરા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની ત્વચા એટલી ગ્લોઈંગ છે કે તેને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપની જરૂર નથી.

યામી ગૌતમ : તે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. યામીએ આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ ‘વિકી ડોનર’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઉરી ફિલ્મ કર્યા બાદ યામીએ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં પોતાનું નામ સામેલ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે યામી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે, યામી સ્વભાવે ખૂબ જ સુંદર છે અને તેને હેવી મેકઅપની જરૂર નથી.

તમન્ના ભાટિયા : સાઉથ ઇન્ડસ્ટ્રી અને બૉલીવુડની ખુબ ફેમસ અભિનેત્રી છે તમન્ના. તમને જણાવી દઈએ કે તમન્નાએ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં ‘અવંતિકા’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી છે જેની દરેક ઈચ્છા રાખે છે. તે તેની સુંદરતા માટે જાણીતી છે. તે એટલી ગોરી છે અને તેની ત્વચા એટલી સાફ છે કે તેને સુંદર દેખાવા માટે કોઈપણ પ્રકારના મેકઅપની જરૂર નથી.

ઉર્વશી રૌતેલા : તેણે ફિલ્મ ‘સિંઘ સાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. અત્યાર સુધી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. ઉર્વશીએ 2015ની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 24 વર્ષની ઉંમરે તેણે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. ઉર્વશીનું નામ બોલિવૂડની તે અભિનેત્રીઓમાં પણ સામેલ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને જેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર નથી.