India

વિદેશમાં એડમીશન અપાવવાના વાયદા આપી લાખો રૂપિયા લઈને ફરાર થનારો આરોપી મુંબઈથી પકડાયો

વિદેશમાં જઈને ભણવાનો શોખ અનેક યુવાઓમાં જોવા મળે છે પરંતુ ક્યારેક ભણતર માટે ભરેલા પૈસા ગુમાવવાનો પણ વારો આવે છે. એવું જ કંઇક આણંદમાં બન્યું છે. જેમાં છ થી વધુ યુવાનોને 34 લાખથી વધુ ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવાનોએ આણંદની એક કન્સલટન્સીમાં વિદેશમાં અભ્યાસ માટે પૈસા આપ્યા હતા પરંતુ તેમના પૈસા ચાઉં કરી લેવાયા હતા. પરંતુ આ મામલામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના વલ્લભ વિદ્યાનગરમાં યોર ડ્રીમ્સ કન્સલટન્સીની નામની એક ઓફીસ ખોલવામાં આવી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા અપાવવાની વિદેશમાં એડમીશન અપાવવાની જાહેરાત કરવામાં આવતી હતી. એવામાં છ વિદ્યાર્થીઓ દ્વારા આ કન્સલટન્સીને વિદેશ જઈને અભ્યાસ માટે 34.22 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ કન્સલટન્સીના લોકો ઓફીસને તાળું મારી ફરાર થઈ ગયા હતા. પરંતુ તે પોલીસની ઝપેટથી બચી શક્યા નહોતા અને પોલીસ દ્વારા મુંબઈથી આ મહા ઠગની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે આ મામલામાં જાણવા મળ્યું છે કે, પેટલાદ તાલુકાનાં ઈસરામાં ગામનાં અમિત જશભાઈ પટેલ દ્વારા વલ્લભવિદ્યા નગરમાં યોર ડ્રીમ્સ કંન્સલટન્સીની ઓફીસ ખોલવામાં આવી હતી. તેના દ્વારા છ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા હતા. આ ઘટના પરથી સમગ્ર પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરતના એક યુવકને વિદેશમાં જવાના લાલછામાં છેતરવામાં આવ્યો હતો. સુરતની એક મહિલા અમિત પટેલ પાસે પોતાના પુત્ર માટે વિદેશમાં એડમીશન અપાવવા માટે લાખો રૂપિયા હતા. પરંતુ તે લઈને અમિત પટેલ ભાગી ગયો હતો.

તેના લીધે મહિલા દ્વારા પોલીસ દ્વારા વલ્લભવિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસ અમિત પટેલ તપાસમાં લાગી ગઈ હતી.ત્યાર બાદ આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, અમિત પટેલના નામના ઠગીએ વધુ 5 વિદ્યાર્થીઓના પૈસા પડાવ્યા છે તે પણ 34 લાખથી વધુ પડાવ્યા છે. એવામાં પોલીસ આરોપી અમિત પટેલનું લોકેશન મળી ગયું અને પોલીસ દ્વારા મુંબઈ જઈને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે પોલીસ દ્વારા આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.