AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે પિતાને બેઠેલા જોઈ ગયો પુત્ર, અને પછી…

અમદાવાદ શહેરમાં એક આધેડ વયના પુરુષને રિવરફ્રન્ટ પર પોતાની પ્રેમિકા સાથે બેસવું ભારે પડ્યું છે. એક આધેડ વયનો પુરુષ જયારે તેની પ્રેમિકા સાથે અમદાવાદ રિવફ્રન્ટ પર બેઠો હતો તે જ દરમિયાન તેનો પુત્ર ત્યાંથી બાઈક લઈને પસાર ત્યો હતો. અને પિતાને તેમની પ્રેમિકા સાથે જોઈ જતાં પિતાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ત્યારે પોલ ખુલ્લી પડી જતાં શરમાવવાની જગ્યાએ ઊલટું પિતાએ ગુસ્સે થઈને પુત્રને માર માર્યો હતો. આ બાબતે પુત્રએ તેના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે રહેતો 30 વર્ષીય યુવાન ગઇકાલે બપોરે પોતાના કામથી રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે તે યુવાને તેના પિતાને તેમની પ્રેમિકા સાથે બેસેલા જોયા હતા. બાદમાં ખબર પડી કે છેલ્લા પંદર વર્ષથી બંને વચ્ચે પ્રેમ સબંધ છે. અને જેના કારણે ઘરમાં અવાર નવાર બબાલ પણ થતી હતી. યુવાને આ બાબતની જાણ તેના મામાને કરી હતી. ત્યારે તેઓ પણ રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા.

જ્યારે ફરિયાદીના પિતાએ આ બાબતે છટકવા માટે આ સ્ત્રી તેમના સ્ટાફના હોવાનુ જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી યુવકે પિતાની પોલ ઉઘાડી પડતાં કહ્યું કે, આ સ્ત્રી સ્ટાફના નહીં પણ મારા પિતાના પ્રેમિકા છે. ત્યારે આવેશમાં આવેલ પિતાએ પુત્રને બીભત્સ ગાળો બોલી હતી અને માર મારવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન યુવાનના મામા વચ્ચે પડતા યુવાનના પિતાએ તેમને પણ માર માર્યો હતો. યુવાનને માર મારતા તેના માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. જેથી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને જાણ કરતા જ યુવાનના પિતા ત્યાંથી ભાગી ગયા હતા. અને ધમકી આપતા કહ્યું કે, સાંજે તમે ઘરે આવો, હું તમને બધાને જાનથી મારી નાંખીશ. હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે