GujaratAhmedabad

ઓઢવમાં ટ્રેલર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, યુવતીનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદમાં ઓઢવ રિંગ રોડ પર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે તેના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું. યુવતીની વાત કરીએ તો તે લેબ ટેકનિશિયન તરીકે કામ કરી રહી હતી. યુવતી ઓફીસેથી ઘરે આવી રહી હતી. એવામાં ઓઢવ રિંગ રોડ પાસે પહોંચતા યુવતીના એકટીવા ને ટક્કર ટ્રેલર સાથે થતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, યુવતી નિકોલ નાં ઉત્તમ નગર ખાતે રહેતી છે. જ્યારે તા. 21 જુલાઈ ના રોજ યુવતીની સગાઈ પણ થવાની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસને થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આ મામલામાં આગળની કાર્યવાહી શરૂ કરી હતી.