અંબાજી જનારી બસમાં કપલ બેસ્યું, પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ…
ગુજરાતમાં આજે ખૂબ જ દયનિય ઘટના બની છે. જેમાં યુવક-યુવતી બસમાં અંબાજી જનારી બસમાં બેઠા હતા પરંતુ તે ત્યાં તે પહોંચે તે પહેલા જ આ કપલે ના કરવાનું કરી દીધું હતું. કેમકે આ કપલ દ્વારા એવું પગલું ભરવામાં આવ્યું કે તેના કારણે તેમનો જીવ ચાલ્યો ગયો છે. આ કપલ દ્વારા ઝેરી દવામાં પીવામાં આવી હતી.
બનાસકાંઠા ડીસામાં બનેલી આ ઘટનાએ હાહાકાર સર્જ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ડીસામાં એસટી બસમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. આ બંને યુવક-યુવતી રાધનપુરથી બસમા બેસ્યા હતા પરંતુ ડીસામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
માહિતી અનુસાર, એક યુવક અને યુવતી રાધનપુરથી અંબાજી જનારી બસમાં બેસ્યા હતા. જ્યારે GJ18 Z2085 નંબરની બસ અંબાજી તરફ જઈ રહી હતી. પરંતુ ડીસા પહોંચતા જ બસના કંડક્ટર દ્વારા યુવક-યુવતીને જગાડવામાં આવ્યા હતા.
પરંતુ તે આ બંને ઉઠ્યા નહોતા. જેના કારણે બસના કંડક્ટર દ્વારા જાણ કરવાની સાથે આ કપલને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. ત્યાં ડોક્ટરોએ યુવક-યુવતીને મૃત જાહેર કરી દીધા હતા.જ્યારે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને કહેવામાં આવ્યું છે કે, માંડવીથી અંબાજી જઈ રહેલી બસમાં રાધનપુરથી આ યુવક-યુવતી બેઠા હતા અને તેમને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. તેમ છતાં હજુ આ બંનેએ કેમ આત્મહત્યા કરી તેનું હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. જ્યારે ડીસા પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.