Gujarat

અંબાજી મંદિરમાં આવ્યું એટલું દાન કે રાજ્યના તમામ મોટા મંદિરો રહી ગયા પાછળ

ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાને કારણે લોકો મંદિરે તેમજ જાહેર સ્થળે જવાનું ટાળતા હોય છે. જો કે, ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લીધે લોકો મંદિરે તેમજ બહાર ફરવા નીકળ્યા છે. ત્યારે અંબાજી સહિતના ગુજરાતના અનેક મોટા મંદિરોમાં દાનથી થતી આવકમાં પણ નોધપાત્ર વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં લોકોનું અસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં સતત દાન વધ્યું હતું. જો કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને મંદિરના સંચાલકો દ્વારા દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને દર્શનાર્થીઓની અંબાજી મંદિરમાં એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. ત્યારે કોરોનાના કેસો ઓછા અવવાને કારણે 1 ફેબ્રુઆરીના રોજ સરકારી ગાઈડલાઈન અનુસાર માં અને ત્યાર બાદ પહેલી ફેબ્રુઆરીથી સરકારની મંદિરના સંચાલકો દ્વારા અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જોકે કોરોનાના ભયને કારણે પહેલા કરતા ઓછા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. જો કે, આ બાબતની અસર અંબાજી મંદિરની દાન પેટીને પડી નથી. અને મંદિરની દાનપેટીમાં અધધ આવક થયેલી જોવા મળી છે.

નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીના રોજ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયા બાદ અંબાજી મંદિરની દાન પેટીની આવકની ત્રણ વખત ગણતરી કરાઈ હતી. જેમાં પ્રથમ વખત 8 ફેબ્રુઆરીના રોજ ગણતરી કરતા 22,13 ,675 રૂપિયા નીકળ્યા હતા.બીજી વખત 17 ફેબ્રુઆરીના રોજ ગણ્યા તેમાં 50,97,230 રૂપિયા જયારે આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ ત્રીજી વખત ગણતરી કરતા 27,60,965 રૂપીયાની આવક થઈ હોવાનું ગણતરીમાં જાણવા મળ્યું હતું.

આમ 1 ફેબ્રુઆરીના રોજથી આજ દિવસ સુધી કુલ 22 દિવસોમાં માત્ર છૂટક દાનથી જ અંબાજી મંદિરની 1,00,71,870 રૂપિયાની આવક થઈ હતી. જે આ પહેલા 20થી 25 લાખ રૂપિયાની સરેરાશ હતી. તે આવક આ વખતે30થી 35 લાખ રૂપિયા સરેરાશ થઇ છે. આમ અંબાજી મંદિરની આવકમાં સતત વધારો જોવા માલી રહ્યો છે. ત્યારે દર્શનાર્થીઓની આસ્થામાં કોરોના મહામારીમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, અંબાજી સિવાયના રાજ્યમાં આવેલ મોટા મંદિરોમાં 22 દિવસમાં થયેલ આવક જોઈએ તો સોમનાથ મંદિરમાં 60 લાખ રૂપિયા, ડાકોર મંદિરમાં 66 લાખ રૂપિયા, 2મ5 લાખ રૂપિયા ભદ્રકાળી મંદિરમાં, ઇસ્કોન મંદિરમાં 1.5 લાખ રૂપિયા, 52 લાખ રૂપિયા વડતાલ મંદિર, 55 લાખ રૂપિયા સાળંગપુરના હનુમાનજી મંદિર 55 લાખ તેમજ શક્તિપીઠ અંબાજી મંદિરમાં 1,00,71,870ની આવક 22 દિવસમાં થઈ હતી. આમ કોરોના કાળમાં પણ રાજ્ય ના તમામ મોટા મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ સૌથી આગળ રહ્યું છે.