કોરોના કેસ વધતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ
દેશ સહીત રાજ્યોમાં કોરોના સંક્રમણ નો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. જેના કારણે હવે મોટા મેળવડાઓ અને કાર્યકમો પર રોક લગાવવામાં આવી રહી છે અને રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા હવે સરકાર દ્વારા પણ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને લોકોને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ સાથે ફરજીયાત માસ્ક પહેરવા અને લોકોકોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સાવચેત રહેવા માટે જણાવ્યું છે. આ સાથે જ હવે તહેવારો ને કારણે મોટા મોટા મંદિરો પણ સ્વયં જ્યાં વધુ ભકતોની ભીડ થાય છે તેવા મંદિર પણ હાલ પૂરતા દર્શનાર્થી ઓ માટે બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે હવે આવતીકાલ થી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
અંબાજી મંદિર આવતીકાલથી 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. જે કોરોનાને ધ્યાનમાં રાખીને આ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે સોશિયલ મીડિયા દ્વારા ભકતો આરતીના દર્શન કરી શકશે.
કોરોના કેસ વધતા વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ મંદિરના દર્શન ભક્તો ઓનલાઇન 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીના દર્શન કરી શકશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના વધુ નવા કેસ નોંધાયા છે જે 11,176 નવા કેસ નોંધાયા છે. જયારે 5 લોકોના મૃત્યુ થયા છે. અને 4285 લોકોએ કોરોનાને માત આપી છે. જે દૈનિક કેસ 11,000ને પાર થઈ જતાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.