BollywoodIndia

અમિતાભ બચ્ચન અજાણી વ્યક્તિ સાથે બાઇક પર બેઠા, લોકોએ ટ્રોલ કર્યા અને શીખવ્યા ટ્રાફિક નિયમો

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના કામ અને સમય મામલે ખૂબ જ કડક મનાય છે. જ્યારે ટ્રાફિક જામના કારણે શૂટિંગ સ્થળે પહોંચવામાં વિલંબ થયો, ત્યારે સુપરસ્ટારે અજાણી વ્યક્તિના બાઇક સવાર પાસેથી લિફ્ટ લેવામાં પણ સંકોચ અનુભવ્યો નહીં. આની તસવીર હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. કેટલાક લોકો અમિતાભ બચ્ચનની સહજતાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેમને હેલ્મેટ વિના બાઇક પર બેસવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.

અમિતાભ (Amitabh Bachchan) ને એક અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ મળી જેણે તેમને સમયસર લોકેશન પર ઉતારી દીધા. અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તે બ્લેક પેન્ટ અને જેકેટમાં સજ્જ બાઇકની પાછળ જોવા મળે છે. અમિતાભે લખ્યું કે “રાઈડ માટે આભાર મિત્ર. તમને ખબર નથી, પણ તમે મને સમયસર કામ કરવા માટે પહોંચાડી દીધો.

આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી સયાની ગુપ્તાએ કહ્યું, “હંમેશા સાંભળ્યું છે કે શ્રી બચ્ચન હંમેશા સૌથી વધુ સમયના પાબંદ રહ્યા છે. આજે જોયું કે તમારા માટે સમયની પાબંદીનો ખરેખર અર્થ શું છે. મને આશા છે કે અન્ય કલાકારો આમાંથી શીખશે.” બિગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ પોસ્ટના વખાણ કર્યા છે.